Video: ‘અહીં ભારે વરસાદ તો અહીં આવશે આંધી! ગુજરાતમાં ચોમાસા પહેલા અંબાલાલ પટેલની વરસાદની આગાહી

Video: ‘અહીં ભારે વરસાદ તો અહીં આવશે આંધી! ગુજરાતમાં ચોમાસા પહેલા અંબાલાલ પટેલની વરસાદની આગાહી

મુંબઈમાં ચોમાસુ પહોંચ્યા બાદ ગુરૂવારે (6 જૂને) વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે ગુજરાતમાં પણ ચોમાસુ ગણતરીના દિવસોમાં પહોંચી જશે. એવામાં દેશી રીતે હવામાનની આગાહી કરતા અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.

આ તારીખ સુધીમાં પડી શકે છે ભારે વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું પહોંચી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને કચ્છમાં આંધી આવી શકે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. અરબ સાગરમાં 10થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનશે. દક્ષિણ-મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં 12મી જૂન સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદની શક્યતા

7 જૂન / દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા.

8 જૂન / ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

9 જૂન / જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ

10 જૂન / દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહીં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.