બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’! VIDEO જોઈને બધા ચોંક્યા

બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’! VIDEO જોઈને બધા ચોંક્યા

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ બ્રહ્માંડની એવી તસવીર જાહેર કરી છે કે લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ડાર્ક એનર્જી કેમેરાથી લેવામાં આવેલી આ તસવીરમાં હાથ જેવો આકાર દેખાય છે જે સ્પાઈરલ ગેલેક્સી તરફ જતો હોય તેવું લાગે છે. નાસા અનુસાર, આ વાદળો અને ધૂળના કણોનું સ્ટ્રક્ચર છે. જો કે, બ્રહ્માંડમાં આવો અનોખો નજારો જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. માહિતી અનુસાર, આ ફોટો 6 મે 2024ના રોજ લેવામાં આવ્યો હતો.

NASA ઘણીવાર બ્રહ્માંડની સુંદર તસવીરો શેર કરે છે અને તેના રહસ્યો પણ જણાવે છે. લાઈવ સાયન્સ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે આ વખતની તસવીર ખૂબ જ ખાસ છે. આ ચિત્રમાં મુઠ્ઠી જેવો આકાર દેખાય છે. એવું લાગે છે કે સ્પાઈરલ ગેલેક્સીને પકડવા જઈ રહી છે

શું છે રહસ્ય?

NASAએ કહ્યું કે આ તસવીર નેબુલાના કારણે બની છે. વાસ્તવમાં આ નેબુલા તારાના તૂટવાના કારણે બની છે. નાસાએ કહ્યું કે તેને ગમ નેબુલા કહેવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર લગભગ 1300 પ્રકાશ વર્ષ છે. આ સિવાય તેમાં ગેસ અને ધૂળથી બનેલા વાદળો છે. તેનો આકાર ધૂમકેતુ જેવો છે, તેથી તેને કોમેટરી નેબુલા પણ કહેવામાં આવે છે. તે હાથના આકારમાં સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરેલું છે તેથી તેને ભગવાનના હાથ તરીકે ઓળખવામાં આવે છે.

આ તસવીરમાં માથું અને લાંબી પૂંછડી પણ જોઈ શકાય છે. એવું લાગે છે કે કોઈક મોં આકાશ ગંગાને ખાવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ તારાઓના જન્મની ઘટના છે. જો કે, આ નેબુલા કેવી રીતે બને છે તે વિશે કોઈ સંપૂર્ણ માહિતી નથી. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે બ્રહ્માંડમાં વિશાળ તારાઓમાંથી આવતી ગરમ હવાને કારણે રચના થઈ છે. પ્રથમ કોમેટરી ગ્લોબ્યુલ 1976 માં જોવા મળ્યું હતું.