Hanuman Chalisaનો પાઠ કરવાથી ભક્તોની આ 10 મુશ્કેલીઓ સામે રક્ષા કરે છે હનુમાન દાદા, ક્યારેય નથી છોડતા હાથ
Hanuman Puja Tips: કહેવાય છે કે જે ભગવાન રામના ભક્ત હોય છે, હનુમાનજી તેને ક્યારેય કષ્ટ પડવા દેતા નથી. એટલા માટે ભગવાન રામની પૂજા કરવાથી હનુમાનજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી 10 પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે.
ભૂત-પ્રેતનો અવરોધ
એવું કહેવાય છે કે ભૂત-પિશાચ નિકટ નહીં આવૈ મહાવીર જબ નામ સુનાવૈ, જેનો અર્થ છે કે મહાવીર હનુમાનનું નામ લેવાથી ભૂત અને પિશાચ નજીક પણ ભટકતા નથી. જે વ્યક્તિ અનિચ્છનીય ડરથી પીડિત હોય તેણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ, તેનાથી તેનો ડર દૂર થઈ જશે.
શનિનો પ્રભાવ થશે ઓછો
શાસ્ત્રોમાં કહેવાય છે કે બજરંગબલીની પૂજાથી શનિનો દુષ્પ્રભાવ પણ ઓછો કરી શકાય છે. દર મંગળવાર અને શનિવારે હનુમાનજીનો પાઠ કરવાથી શનિનો પ્રભાવ ઓછો થશે.
મંગળ મંગળ
જે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેને વિવાહ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો કોઈ વ્યક્તિ મંગળ દોષથી પરેશાન છે તો મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પૂજામાં હનુમાનજીને લાલ ફૂલ અર્પિત કરવું જોઈએ.
દુર્ઘટનાથી બચાવે છે
હનુમાનજી વ્યક્તિના તમામ સંકટોને હરી લે છે. જો કોઈ પણ પ્રકારની ઘટના અને દુર્ઘટનાથી બચવું છે તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
જેલ જવાનો ડર
જો કોઈ વ્યક્તિને જેલ જવાનો ડર સતાવી રહ્યો છે તો તેણે દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, કહેવાય છે કે તેનાથી તે વ્યક્તિને કોઈ પણ બંધક નથી બનાવી શકતું.
રોગોમાંથી મુક્તિ
કહેવાય છે કે નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમત બીરાનો અર્થ છે કે હનુમાનજીનું દરરોજ સ્મરણ કરવાથી તમામ રોગ અને પીડા દૂર થઈ જાય છે.
શત્રુઓથી બચાવ
હનુમાનજીના શ્રીબજરંગ બાણથી શત્રુઓનો નાશ થાય છે. તેને દરરોજ 21 દિવસ સુધી કરવો જોઈએ અને સત્યના માર્ગ પર ચાલવું જોઈએ.
દેવામાંથી મુક્તિ
જો કોઈ વ્યક્તિ દેવાથી પરેશાન છે તો મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તે દિવસથી દેવું ભરવાની શરૂઆત કરો ઝડપથી દેવામુક્ત થઈ જશો.
નોકરીની સમસ્યા
જો સખત મહેનત બાદ પણ નોકરી નથી મળી રહી તો મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીને ચોલા અર્પણ કરવાથી નોકરીના યોગ બનવા લાગશે.
તણાવની સમસ્યા
જો કોઈ વ્યક્તિ દિવસભર તણાવમાં રહે છે તો તેણે હનુમાનજીના મંત્ર ‘ॐ हनुमते नम:’ કે ‘ॐ हनुमंते नम:’નો 108 વાર જાપ કરવો જોઈએ. તેનાથી મન શાંત રહેશે.